2 કાળવ્રત્તાંત 18 : 1 (GUV)
યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, ને લોકો તેને બહુ માન આપતા હતા. તેણે આહાબની સાથે સગપણ કર્યું.
2 કાળવ્રત્તાંત 18 : 2 (GUV)
કેટલાક વર્ષ પછી તે આહાબની પાસે સમરુન ગયો. અને આહાબે તેને માટે તથા તેની સાથેના લોકને માટે પુષ્કળ ઘેટાં તથા બળદો કાપ્યાં, ને [પોતાની સાથે] રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો.
2 કાળવ્રત્તાંત 18 : 3 (GUV)
આહાબે યહોશાફાટને પૂછ્યું, શું તું રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવા મારી સાથે આવશે?” યહોશાફાટે તેને ઉત્તર આપ્યો, “હું તે જાણે તમે જ, ને મારા લોક તે જાણે તમારા જ લોક છે [એમ ગણો]. અમે તમારી સાથે યુદ્ધ કરવા આવીશું.”
2 કાળવ્રત્તાંત 18 : 4 (GUV)
યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને પહેલાં પૂછી જુઓ.
2 કાળવ્રત્તાંત 18 : 5 (GUV)
ત્યારે ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું, “અમે રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરીએ કે નહિ? “તેઓએ કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે ઈશ્વર તેને રાજાના હાથમાં સોંપી દેશે.”
2 કાળવ્રત્તાંત 18 : 6 (GUV)
પણ યહોશાફાટે પૂછ્યું, “શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે, આપણે તેની મારફતે સલાહ પૂછીએ?”
2 કાળવ્રત્તાંત 18 : 7 (GUV)
આહાબે તેને કહ્યું, “હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું; કેમ કે તે મારા વુષે કદી પણ શુભ નહિ, પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે તો યિમ્લાનો પુત્ર મિખાયા છે.” યહોશાફાટે કહ્યું “રાજાએ એમ ન બોલવું જોઈએ.”
2 કાળવ્રત્તાંત 18 : 8 (GUV)
પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું, “યિમ્લાના પુત્ર મિખાયાને જલદી બોલાવી લાવ.”
2 કાળવ્રત્તાંત 18 : 9 (GUV)
હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ રાજપોષાક પહેરીને સમરુનના દરવાજાના નાકા પાસેના મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા. તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા.
2 કાળવ્રત્તાંત 18 : 10 (GUV)
કનાનાના પુત્ર સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા કહે છે કે, અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને હઠાવશે.”
2 કાળવ્રત્તાંત 18 : 11 (GUV)
સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ-ગિલ્યાદ ઉપર ચઢી જઈને વિજયી થાઓ; કેમ કે યહોવા તે તમારા હાથમાં સોંપી દેશે.”
2 કાળવ્રત્તાંત 18 : 12 (GUV)
જે સંદેશિયો મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “બધાં પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે; માટે કૃપા કરીને તમારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું.”
2 કાળવ્રત્તાંત 18 : 13 (GUV)
મિખાયાએ તેને કહ્યું, “જીવતા યહોવાના સમ કે મારા ઈશ્વર મને જે કહેશે તે જ હું બોલીશ.”
2 કાળવ્રત્તાંત 18 : 14 (GUV)
જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂંછયું, “મિખાયા, અમે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ કહ્યું, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. તેને તમારા હાથમાં સોંપવામાં આવશે.”
2 કાળવ્રત્તાંત 18 : 15 (GUV)
રાજાએ તેને કહ્યું, “હું તને કેટલી વાર સોગન દઉ કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજુ કંઈ જ મારી આગળ બોલવું નહિ?”
2 કાળવ્રત્તાંત 18 : 16 (GUV)
[મિખાયાએ] કહ્યું “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરના ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણીધોરી નથી. તેઓ દરેક પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય.”
2 કાળવ્રત્તાંત 18 : 17 (GUV)
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મે તમને નહોતું કહ્યુ કે, તે મારા સબંધી સારુ નહિ પણ માઠું ભવિષ્ય ભાખશે?”
2 કાળવ્રત્તાંત 18 : 18 (GUV)
મિખાયાએ કહ્યું, “તમે યહોવાનું વચન સાંભળો. મે યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા જોયા, તથા આકાશનું બધું સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે ઊભેલું હતું.
2 કાળવ્રત્તાંત 18 : 19 (GUV)
યહોવાએ કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાને તેમ કહ્યું.
2 કાળવ્રત્તાંત 18 : 20 (GUV)
પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ તેને પૂછ્યું, ‘શી રીતે?’
2 કાળવ્રત્તાંત 18 : 21 (GUV)
પેલા આત્માએ કહ્યું, ‘ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકના મુખમાં હું જુઠું બોલનાર આત્મા થઈશ.’ તેણે કહ્યું, ‘તું આહાબને ફોસલાવશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ ન કર.’
2 કાળવ્રત્તાંત 18 : 22 (GUV)
માટે હવે, જો, યહોવાએ આ તારા પ્રબોધકોનાં મુખોમાં જુઠું બોલનાર આત્મા મૂક્યો છે. અને યહોવા તારા સબંધી અશુભ બોલ્યા છે.”
2 કાળવ્રત્તાંત 18 : 23 (GUV)
ત્યારે કનાનાના પુત્ર સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”
2 કાળવ્રત્તાંત 18 : 24 (GUV)
મિખાયાએ કહ્યું, “જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”
2 કાળવ્રત્તાંત 18 : 25 (GUV)
ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ.
2 કાળવ્રત્તાંત 18 : 26 (GUV)
અને તેમને કહો કે, રાજાનો હુકમ છે કે, આને બંદીખાનામાં રાખજો, ને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી તેનો નિર્વાહ કરજો.”
2 કાળવ્રત્તાંત 18 : 27 (GUV)
મિખાયાએ તેને કહ્યું, “જો તમે કદી પણ ફતેહ પામીને પાછા આવો તો યહોવા મારી મારફતે બોલ્યા નથી [એમ સમજવું].” વળી તેણે લોકોને કહ્યુ, “હે લોકો, તમે સર્વ સાંભળો છો.”
2 કાળવ્રત્તાંત 18 : 28 (GUV)
પછી ઇઝરાયલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરી.
2 કાળવ્રત્તાંત 18 : 29 (GUV)
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખો.” ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો, અને તેઓ બન્ને યુદ્ધમાં ગયા.
2 કાળવ્રત્તાંત 18 : 30 (GUV)
હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડશો નહિ.
2 કાળવ્રત્તાંત 18 : 31 (GUV)
રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યું કે, એ ઇઝરાયલનો રાજા છે; માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને સહાય કરી. અને ઈશ્વરે તેઓના મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા.
2 કાળવ્રત્તાંત 18 : 32 (GUV)
રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા.
2 કાળવ્રત્તાંત 18 : 33 (GUV)
એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી [બાણ] માર્યું, ત્યારે એણે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.”
2 કાળવ્રત્તાંત 18 : 34 (GUV)
તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું. ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટાર બેસાડી રાખ્યો હતો; અને આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: